ભીમાસરમાં શંકાસ્પદ પેટ્રોલિયમનો 6.75 લાખનો જથ્થો ઝડપાયો
ભીમાસર નજીક એક પ્લોટમાંથી પોલીસે 6,75,000ના શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી પાડયો હતો. આ બનાવમાં માલ આપનારનું નામ બહાર આવ્યું હતું. . પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ની ટીમે ભીમાસર નજીક સર્વે નંબર 405 સોમનાથ એન્ટરપ્રાઇઝમાં કાર્યવાહી કરી હતી. આ પ્લોટમાં ઊભેલા ટેન્કરના ચાર ખાનાંની તપાસ કરાતાં તેમાંથી રૂા. 6,75,000નો શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ મળી આવ્યો હતો. ટેન્કરના વાલ્વ બોક્સમાં હોર્સ પાઇપ, એક છેડે મીટર બોક્સ, નોઝલ, વાયર વગેરે લાગેલા હોવાનું બહાર આવ્યું હતું તેમજ અન્ય વાહનોમાં આ પદાર્થ ઇંધણ તરીકે ભરતી વખતે અહીં તેલ ઢોળાયું હોવાનું પણ જણાયું હતું. આ પ્લોટનો કબજો ધરાવનાર તથા માલનો કબજો ધરાવનારા ભીમાસરના શખ્સની પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેણે આ પદાર્થ શખ્સને વોટ્સએપ કોલ કરી આ માલ કંડલાના એસ.એસ.સી. ટર્નિનલમાંથી મગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. ભારત સરકારના પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલય, જી.પી.સી.બી.ના નાવાંધા પ્રમાણપત્ર, અગ્નિશમનનાં સાધનો ન રાખી, સ્ટોરેજ પરવાના વગેરે ન રાખી અહીં ગેરકાયદેસરનો ધંધો કરવાના આ પ્રકરણમાં પોલીસે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના નમૂના લઇ પૃથક્કરણ અર્થે મોકલાવ્યા હતા..પરંતુ પોલીસે જપ્ત કરેલા શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થના પૃથક્કરણના રિપોર્ટમાં શું બહાર આવ્યું અને જે-તે પ્રકરણમાં શું પગલાં લેવામાં આવ્યા તે હજુ સુધી બહાર આવ્યું નથી.