ભીમાસરમાં 40 વર્ષીય આધેડ મૃત હાલતમાં મળી આવ્યા

copy image

copy image

ભીમાસર ગામમાં તળાવની પાળેથી  રાત્રના આરસામાં 40 વર્ષીય અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. આ યુવાન  કોણ છે  તેની  તપાસ  પોલીસે કરી હતી. પરંતુ તેના સંબંધીઓની ભાળ મળી નહોતી. આ યુવાન મજબુત બાંધાનો અને  5.6 ઇંચ લંબાઇ તથા શરીરે ગંજી અને ભુખરા રંગની ચડી પહેરી હતી. આ યુવાનની લાશને અંજાર સામુહિક આરોગ્ય કેન્દ્રના કોલ્ડ રૂમમાં રાખવામાં આવી છે. તેના સંબંધીઓ અંજાર પોલીસનો સંપર્ક કરે તેવું એક યાદીમાં જણાવાયું હતું.