નરા-હાજીપીર સીમમાં જંગલ ખાતાંના ઊંડા ખાડા થકી લાખેણી 16 ભેંસનાં મોત

નખત્રાણા  મથકના અંતરિયાળ છેવાડાના લખપત તથા ભુજ તાલુકાની હદો નરા તથા હાજીપીરની  સીમમાં નરા પાસેના માલધારી આવાસોની ભચુવાંઢના પશુપાલક માલધારીઓની ગત તા. 5/5ના સીમમાં 41 ભેંસ ચરવા ગયેલી, તે પૈકી બીજા દિવસે તા. 6/5ના સવારે બધી ઘરે ભચુવાંઢ પરત આવી હતી, બાકીની 16 ભેંસ ન આવતાં ભેંસો ચોરાઇ ગઇ અથવા અન્ય ચાલી ગુમ થઇ ગયાના અનુમાનથી તેની તપાસના અંતે ગુમ થયેલ સદરહુ 16 ભેંસ એકસાથે  નરા-હાજીપીરના સીમાડામાં સર્જાયેલ મોટા ખાડામાં ભરાયેલા કાદવ-કીચડની ખાડીમાં ખૂંચી મૃત મળી હતી. આથી લાખોની કિંમતની ભેંસોના મોતથી માલધારી મુશ્કેલીમાં મુકાયા છે. નરા-હાજીપીર વિસ્તારમાં આવેલી ભચુવાંઢના માલધારી  એ ઘટના અંગે નરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ  ફરિયાદ અનુસાર પોતાની પાસેની 41 ભેંસ પૈકીની 29 ભેંસ પોતાની માલિકીની તેમજ 12 ભેંસ અન્ય માલધારીની ભાગીદારીમાં ચારવા રાખી હતી. તમામ ભેંસ તા. 5 મેના સાંજે ચરવા ગયેલી પૈકી બીજા દિવસે તા. 6/5ના 16 ભેંસ સિવાય બધી ભેંસ ઘરે પરત ફરી હતી, બાકીની ગુમ થયેલી 16 ભેંસની શોધખોળના અંતે  નરા-હાજીપીરના સીમાડાના ઊંડા ખાડામાં ફસાઇને મૃત મળી હતી. આમ, આ લાખેણી ભેંસોનાં મોતથી મુશ્કેલીમાં મુકાયેલા માલધારી  તથા અન્ય ભાગીદાર માલધારીઓએ નુકસાનીની તંત્ર તરફથી સહાય મળવા રજૂઆત કરી હતી.