યુ-ટયુબ પર હોટલના રેટિંગમાં રૂપિયા કમાવાની લાલચ આપી 1.92 લાખની ઠગાઇ

copy image

copy image

ભુજમાં યુ-ટયુબ પર હોટલના રેટિંગ આપવા અને લાઇક કરવાથી રૂપિયા કમાવા મળશે, તેવી લાલચ આપી શખ્સ સાથે રૂા. 1.92 લાખની ઓનલાઇન છેતરપિંડી થતાં તેમાંથી રૂા. 1.20 લાખ સાયબર ક્રાઇમ સેલે પરત અપાવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ ભુજના અરજદારને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, યુ-ટયુબ ચેનલ પર હોટલને રેટિંગ આપવા અને લાઇક કરવાના રૂપિયા મળશે. આથી અરજદારે લાલચમાં આવી હા પાડીને સામેવાળાએ ટેલિગ્રામના ગ્રુપમાં જોઇન કરી એક લિંક મોકલી અને જણાવ્યું કે, ચેનલમાં આવતા ટાસ્ક પૂરા કરશો, તો તમને વધારે વળતર મળશે. આથી અરજદારે લાલચમાં આવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂા. 1.92 લાખ મોકલાવ્યા બાદ સામેવાળાએ કોઇ વળતર ન આપતાં ફ્રોડ થયાનું જણાઇ આવતાં અરજદારે તુરંત સાયબર સેલનો સંપર્ક સાધતાં . સાયબર સેલ દ્વારા ભોગ બનનારાને મદદરૂપ થઇ તાત્કાલિક પત્ર વ્યવહાર તથા ટેકનિકલ રિસોર્સના આધારે અરજદારની ગુમાવેલી રકમમાંથી રૂા. 1.20 લાખ અરજદારના એકાઉન્ટમાં પરત અપાવ્યા હતા.