રાપરમાં સગીરાની છેડતી કરનારા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
copy image

રાપરમાં સગીરાની છેડતી કરનારા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. 11/6ના રાતના આરસામાં સગીર વયની કિશોરી ધાબામાં સૂતી હતી, તે સમયે આરોપીએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ભોગ બનનારનું શારીરિક શોષણ કર્યું હતું. આ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી.