પશ્ચિમ કચ્છમાં અલગ અલગ ત્રણ યુવાનો પર હુમલો
copy image

પશ્ચિમ કચ્છમાં અલગ અલગ ત્રણ યુવાનો પર હુમલા થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ભુજના ખાટકી ફળિયામાં રહેતા શખ્સ ગામના યુવાન પાસે ભીડ નાકા બહાર રહેતા શખ્સો એ રૂપિયા મામલે પાઈપ અને ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ એ ડિવિઝન પોલીસમાં નોંધાઈ હતી. બીજી બાજુ મુન્દ્રાના ધબ સીમમાં આવેલ અનુષ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રહેતા મૂળ બિહારના યુવાન પર વી-અજીન ટ્રાન્સપોર્ટના સુપરવાઈઝરએ જૂના મનદુ:ખના કારણે લોખંડની ટામી વડે હુમલો કરી આંખ ફોડી નાખ્યાની ફરિયાદ મુન્દ્રા પોલીસમાં નોંધાવી હતી આ ઉપરાંત મોટા દિનારા ગામે રહેતા શખ્સ પર ખેતરના શેઢા પર બાથરૂમ બનાવવાના મામલે બે શખ્સોએ કુહાડી અને લાકડી વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ખાવડા પોલીસમાં નોંધાવી હતી.