ભુજમાં આવેલી કોમર્સ કોલેજના પ્રવેશદ્વાર પાસે ગેરકાયદેસર પાર્કિંગથી વિદ્યાર્થીઓ દ્વારા માંગ ઉઠી

આગામી 24 જુનથી કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે ભુજની કોલેજ દ્વારા મુખ્ય પ્રવેશદ્વાર પાસેનો રસ્તો ક્લિયર કરાવવા તંત્રમાં રજૂઆત કરવામાં આવી છે.ભુજમાં આવેલી જે.બી. ઠક્કર કોમર્સ કોલેજમાં પશ્ચિમ કચ્છના વિવિધ ગામડાઓ તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે – છે. મોટાભાગના વિદ્યાર્થીઓ -અપડાઉન કરતા હોય છે તેમજ આ કોલેજમાં કોમર્સ કોલેજ ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું સેન્ટર હોવાથી કુલ ત્રણ સંસ્થાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે. કોલેજના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આડેધડ વાહન પાર્કિંગ થાય છે તેમજ દબાણના કારણે રસ્તો ખુલ્લો રહેતો નથી જેથી બહનોને અવરજવરમાં મુશ્કેલી થાય છે.કોલેજની અંદર આવવાના મુખ્ય રસ્તા પર પાર્ક કરેલા વાહનોને કારણે મહિલાઓને અસલામતી અનુભવાય છે અને હેરાનગતીનો સામનો કરવો પડે છે. કોલેજનો સમય સવારનો તેમજ આંબેડકર ઓપન સ્ટડી સેન્ટરનો સમય સાંજનો 4 થી 7 નો છે.જેથી આખો દિવસ વિદ્યાર્થીઓની અવરજવર હોય છે.દૂર દુરથી આવતી જરૂરિયાતમંદ બહેનો અને વિદ્યાર્થીઓને કનડગત ન થાય એ માટે ઘટતું કરવા કોલેજ પ્રશાસન દ્વારા મામલતદારને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને મુખ્ય રસ્તાની ગેરવપરાશ અને ગેરકાયદેસર વાહન પાર્કિંગ બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી બહનોને આવવા-જવામાં સરળતા રહે અને સુરક્ષિત માહોલનો અનુભવ થાય.