લલિયાણામાં બે બાઇક અથડાતાં બે થયા ઈજાગ્રસ્ત
copy image

ભચાઉ તાલુકાના લલીયાણામાં સામખિયાળી રોડ પર બે બાઇક ટકરાતાં એકના ચાલકને અને બીજામાં પાછળ સવાર તેના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામખિયાળી પોલીસ મથકે નોંધાઈ હતી . લલિયાણા રહેતા શખ્સએ નોંધાવેલ ફરીયાદ મુજબ તા. 10/6 ના બપોરના આરસમાં તેમના કાકાઈ ભાઇ તેમના કૌટુંબિક ભાઈ બાઈક પર સામખિયાળી રોડ પર જઈ રહ્યા હતા ત્યારે એક શખ્સ ખેતર પાસેથી પોતાના પુત્રને લઈ મનહરસિંહ રોડ પર ચડ્યા અને બન્ને બાઈક અથડાતાં એક શખ્સને જડબાના ભાગે ગંભીર ઈજા પહોંચતા અમદાવાદ લઇ જવાયા હતા અને એક શખ્સને નાકના ભાગે ફ્રેક્ચર અને માથામાં ઈજાઓ પહોંચી હતી.