અંજારમાં કબૂતરની ચોરી કરવા આવેલા ઇસમોએ યુવાન પર હુમલો કર્યો

humlo1233

copy image

copy image

અંજારના સવાસર નાકાથી ગંગાનાકા વચ્ચે આવેલા શિવકૃપા નામના ગેસ્ટ હાઉસમાં કબૂતરની ચોરી કરવા આવેલા ઈસમોએ યુવાન પર પથ્થરથી હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત માહિતી મુજબ રાતના બેથી અઢી વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. રાતના અરસામાં ગેસ્ટ હાઉસમાં કુતરાના ભસવાનો અવાજ આવતાં સંચાલક ત્યાં ગયા હતા. તે દરમ્યાન ચાર અજાણ્યા ઇસમો કબૂતરની ચોરીનો પ્રયાસ કરતા હતા, જેથી તેઓને પડકારતા આ શખ્સોએ યુવાનને પથ્થરથી માર માર્યો હતો. દરમ્યાન યુવાનના ભાઈ અને પિતા આવી ગયા હતા અને એક ઈસમને પકડી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપ્યો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી