સિનુગ્રામાં પરિણીતાએ ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું

suicide

copy image

copy image

અંજાર તાલુકાના સિનોગ્રામાં કોઈ કારણસર પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી પ્રાપ્ત માહિતી મુજબ , સિનોગ્રામાં પોતાના ઘરમાં ગત તા. 11/6ના 21 વાગ્યાના અરસામાં પરિણીતાએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાધો હતો. તેમને સારવાર માટે અંજાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડતા ત્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકનો લગ્નગાળો દસ વર્ષનો હોવાનું પોલીસે ઉમેર્યું હતું. હતભાગીએ કયા કારણોસર આવું અંતિમ પગલું ભરી લીધું હશે તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી .