ગોપાલપુરીની સસ્તા અનાજની દુકાનના સંચાલકનો પરવાનો રદ

copy image

copy image

કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં ચાલતી ગેરરીતિને ઉઘાડી પાડવા પુરવઠા વિભાગે આકસ્મિક તપાસ હાથ ધરી હતી . અગાઉ ખારીરોહરમાં એક દુકાનનો પરવાનો રદ કરાયા બાદ ગોપાલપુરીમાં વધુ એક દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી ધાક બેસાડતી કાર્યવાહી કરાઇ હતી . પુરવઠા અધિકારીનાં માર્ગદર્શનમાં ગોપાલપુરીમાં આવેલ શખ્સની વાજબી ભાવની દુકાનમાં આસ્મિક તપાસ દરમિયાન ઘઉં, ચોખા, ખાંડ, તુવેર દાળ તથા ચણાના જથ્થામાં 4669 કિ.ગ્રા.ની ઘટ જણાઇ હતી. આ ગેરરીતિ સબબ આ સસ્તા અનાજની દુકાનના સંચાલકને 2,76,633નો દંડ ફટકારવા સાથે ડિપોઝિટની 5000ની રકમ રાજ્યસાત કરી આ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવાયો હતો. પુરવઠા તંત્રની કાર્યવાહીથી ગેરરીતિ આચરતા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.