ગાંધીધામમાં બંધ ઘરમાંથી વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો

copy image

copy image

copy image
copy image

ગાંધીધામના શક્તિનગરના એક મકાનમાં જેમાં માત્ર એકલા વૃદ્ધ રહેતા હતા તે પાંચ દિવસથી ખુલ્યું નહતું અને તેમાંથી દુર્ગંધ આવી રહી હતી. આસપડોસના જાગૃત નાગરિકોએ આ અંગે પોલીસને જાણ કરતા તેને ખોલવામાં આવ્યું જેમાંથી મૃત્યુ પામેલા નિવૃત એન્જિનીયરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમનું હ્રદય રોગના હુમલાના કારણે મૃત્યુ નિપજ્યું હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું .શક્તિનગરમાં અપરીણીત અને એકલવાયું જીવન વીતાવતા 81 વર્ષીય વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. તેવો નિવૃત એન્જીનીયર હતા અને જે બાળકને કુંવારી માતાઓ છોડી મુક્તી હતી તેમના બાળકો માટે ‘ધુલકા ફુલ’ નામક અભીયાન ચલાવતા હતા. તેમણે પ્રેમને પણ અલગ માપદંડના ત્રાજવા તોલીને દરેક પ્રેમીઓને સમર્થન આપતા ગુલાબનું ફુલ આપવાનું અભીયાન પણ છેડયું હતું. તે અપરણીત હોવાથી એકલવાયું જીવન જીવતા અને દરેક અખબારી દફ્તરો અને બગીચાઓ જેવા જાહેર સ્થાનોમાં જઈને તેમની ફીલોસોફીનો પ્રચાર કરતા. ગત સપ્તાહથી તેમનું ઘર ખુલ્યું નહતું અને આસપડોસ વાડાઓએ ટીવી પાંચ દિવસથી ચાલુ હોવાનું જણાવ્યું હતું.