મોટી વિરાણીમાં ભૂંગામાં આગ લાગવાના મામલે બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
નખત્રાણાના મોટી વિરાણી ગામે પ્રેમ સબંધમાં આપઘાત કરી લીધાના મનદુઃખે ભૂંગામાં આગ લગાડનાર બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી . ફરિયાદીએ નખત્રાણા પોલીસ મથકે મોટી વિરાણી ગામના આરોપીઓ સામે ફરિયાદ નોધાવી હતી .ફરિયાદીનો ભાઈ અને આરોપીની બહેન વચ્ચે પ્રેમ સબંધ હોતા ભાગી ગયા હતા અને જે બાદ રાજકોટ પોલીસ મથકમાં બન્નેએ આપઘાતનો પ્રયાસ કરતા યુવતીનું મોત થયું હતું. જે વાતનું મનદુઃખ રાખી ગુરુવારે આરોપીઓએ ફરિયાદીના મકાનમાં આગ લગાડી ઘરવખરી બાળી નાખી હતી તેમજ ફરિયાદીના ભાઈઓ સાથે ગાળો બોલી ટામીથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગામ મુકી જતું રહેવા કહ્યું હતું.