મિલકત સંબંધિત ગુના અટકાવવા પશ્ચિમ કચ્છ પોલીસે કાર્યવાહી આદરી

copy image

copy image

મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ભુજમાં ઝૂંપડપટ્ટી સહિતના જુદા-જુદા વિસ્તારોમાં પશ્ચિમ કચ્છ પોલીસે એ-રોલ, બી-રોલ ભરવાની કામગીર હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે વિવિધ ટીમો બનાવી 216 દંગા પડાવ તપાસ્યા હતા, જ્યારે પરપ્રાંતથી કચ્છમાં રોજગાર અર્થે આવેલા લોકોની માહિતી એકત્ર કરવા માટે ચલાવાયેલી ડ્રાઈવ દરમિયાન 4 એ-રોલ તથા 265 બી-રોલ માહિતી એકત્ર કરી હતી, જેમાં વિવિધ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય લોકોનાં રહેઠાણ, વાહન સહિતની તપાસ કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભૂકંપ બાદ વિકાસની હરણફાળ ભરેલા કચ્છમાં મૂળ અન્ય રાજ્યના હોય તેવા સેંકડો લોકોએ અહીં આવીને વસવાટ કર્યો છે, જે પૈકી તેમના મૂળ સરનામાં, મોબાઈલ નંબર સહિતની વિગતો મેળવવાની કાર્યવાહી લાંબા સમયથી અટકેલી હોવાથી ફરી આ કામગીરી કરી પોલીસ દ્વારા ડેટા એકત્ર કરાયો હતો.