ભુજોડીમાં યુવતીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું
copy image

ભુજ તાલુકાના ભુજોડીમાં મૂળ નખત્રાણાની યુવતીએ ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો હતો . આ અંગે માધાપર પોલીસ મથકે યુવતીના ભાઈએ જાહેર કરેલી વિગતો મુજબ ભુજોડી વણકરવાસમાં તેમની બહેન કોઈ અગમ્ય કારણોસર સાંજના 4:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ જીવાદોરી ટુંકાવી હતી . માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .