ભુજના જી.કે. જનરલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇક ચોરાઈ
copy image

ભુજના જી. કે. જનરલ હોસ્પિટલના પાર્કિંગમાંથી બાઇકની ચોરી થતાં ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે હોસ્પિટલના નર્સિંગ સ્ટાફમાં નોકરી કરતા શખ્સએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના પિતાની માલિકીની સ્પ્લેન્ડર બાઇક કિં.રૂા. 25 હજારવાળી તા. 13/6ના બપોરના બે વાગ્યે હોસ્પિટલનાં પાર્કિંગમાં રાખી અને સાંજના આરસામાં નોકરી પૂર્ણ કરી પરત ફરતાં બાઇક ન દેખાતા બી-ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી .