મોટા કપાયામાં ખનિજ ચોરી બાદ દંડની રકમ ભર્યા વિના વાહનો ભગાડી જવાના મુદ્દે ફરિયાદ

copy image

copy image

ભુજના ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા મોટા કપાયામાં આકસ્મિક ચેકિંગમાં ઝડપાયેલી ખનિજ ચોરી સબબ માંડવાળ કરી સમાધાન પેટેની રકમ તેમજ વળતર મળીને રૂ.૧૯.૬૬ લાખથી વધુની રકમની નવ લોકોએ ભરપાઈ નહીં કરી તમામ વાહનો ભગાડી જઈ સરકારી કામમાં ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ મુન્દ્રા પોલીસમાં નોંધાવવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, ફલાઈંગ સ્કવોર્ડ દ્વારા ગત તા.૧૮-૫ના મોટા કપાયામાંથી સાદી રેતીની ખનિજ ચોરીને ઝડપાઈ હતી. બાદમાં આરોપીઓને ગુનો માંડવાળ કરી સમાધાન પેટેની રકમ તેમજ વળતર મળીને કુલ રૂ.૧૬,૬૬,૫૮૫ની રકમ ભરપાઈ કરવાની તક અપાઈ હતી, પરંતુ રકમ નહીં ચુકવી માઈન્સ એન્ડ મિનરલ્સના નિયમોનો ભંગ કરી તમામ વાહનોને ભગાડી ગયા હતા.જેના પગલે રોયલ્ટી ઈન્સ.એ મુન્દ્રા પોલીસમાં 9 શખ્સો સામે દંડકીય વસુલાત પેટેની રકમ ભરપાઈ નહીં કરી તેમજ તેમના તમામ વાહનો ભગાડી જવા અંગે અને ફરજમાં રૂકાવટ કરી, સરકારની રોયલ્ટીની આવકને નુકશાન પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.