રાપરમાં પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી હુમલો કરાયૌ

humlo1

copy image

copy image

રાપરમાં પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખીને મહિલાને ગાળો આપીને તેના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે રાપર પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ મુજબ , તા.૩ના સાંજના આરસામાં આરોપી મહિલાના ઘર પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે તારો પુત્ર ક્યાં છે તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો. તે દરમ્યાન ત્યાં પુત્ર આવતા તેની સાથે ઝઘડો કર્યો હતો. તેથી રાપર પોલીસમાં અરજી આપવામાં આવી હતી. જે મામલે પોલીસ આરોપીને પકડી ગઈ હતી. બાદમાં તા.૧૬ના રાત્રે મહિલા તથા તેનો પુત્ર ઘરની બહાર બેઠા હતા ત્યારે આરોપી તથા તેનો ભાઈ ત્યાં આવ્યા હતા. આરોપીએ ગાળો આપીને કહ્યું કે, તમે પોલીસમાં અમારી સામે કેમ અરજી-ફરિયાદો કરો છો આરોપીના ભાઈએ પુત્રને માર માર્યો હતો. આરોપીએ ધોકા વડે એક્ટિવાને નુકસાન પહોંચાડયું હતું. બાદમાં બંન્ને શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાશી છુટયા હતા.