કંડલા પોર્ટ પર માર્ગ ઓળંગતા આધેડ વાહન તળે કચડાયો

dead-body-floor-60202053

copy image

copy image

કંડલાના દીનદયાળ પોર્ટ ઉપર ટોકન લેવા માર્ગ ઓળંગી રહેલા ડમ્પરચાલક તુણાના આધેડ ને હાઇડ્રા વાહને કચડતાં તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું, આર.કે.ટી. કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરનાર આધેડ ગત મોડી રાત્રે કંડલાના ડી.પી.એ. પોર્ટમાં ગયો હતો. ત્યાં જેટી નંબર-7 ઉપર કોલસાનું જહાજ લાંગરેલું હતું. આ જહાજમાંથી ડમ્પરમાં કોલસો ભરી ડમ્પરને બાજુએ મૂકી ડ્રાઇવર એવો આ યુવાન ટોકન લેવા માર્ગ ઓળંગી રહ્યો હતો, ત્યારે હાઇડ્રાના ચાલકે આ આધેડને હડફેટમાં લેતાં તેના પરથી આ તોતિંગ વાહનના પૈડા ફરી વળ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આધેડ ને સારવાર અર્થે લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાઇડ્રા વાહનચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.