માનકુવા હાઈવે પર ટ્રકના હડફેટે આવતા બાઈકસવાર ઘાયલ
ભુજ તાલુકાના સુખપરમાં રહેતા એક યુવાન તેની બાઈક લઈને જતો હતો, ત્યારે માનકુવા હાઈવે પર એક ટ્રકના ચાલકે તેમને પાછળથી ટક્કર મારી ઈજા પહોંચાડી નાશી છુટ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. સુખપર ગામે રહેતા યુવાન તેમની બાઈક લઈને જતો હતો, ત્યારે માનકુવા હાઈવે પર નરનારાયણ સોસાયટી પાસે એક ટ્રકના ચાલક બાઈકને પાછળથી ટક્કર મારી ઈજા પહોંચાડી નાશી ગયાની ફરિયાદ ઈજા પામનારના બહેનને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.