ધમડકા અને બુઢારમોરા વચ્ચે ગમખ્વાર અક્સમાત સર્જાયો :એકનું મોત એક સારવાર હેઠળ
copy image

અંજારના ધમડકા અને બુઢારમોરા વચ્ચે અચાનક વચ્ચે પ્રાણી આવી જતાં બાઈક સ્લીપ થઇ હતી જેમાં પાછળ સવાર યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક ચલાવી રહેલા યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાની તા.11/6 ના બનેલી ઘટનામાં મૃતકના પિતાએ દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી . નેર ગામે રહેતા શખ્સે નોંધાવેલ ફરિયાદ મુજબ આ જીવલેણ અકસ્માતની ઘટના તા.11/6 ના મોડી સાંજના આરસામાં બની હતી, જેમાં તેમનો પુત્ર પોતાના કાકાઈ ભાઈ સાથે બાઈક લઈ અંજાર છોટા હાથીનું ટાયર લેવા ગયા હતા. તેઓ પરત ફરતી વેળાએ ધમડકા અને બુઢારમોરા વચ્ચે પહોંચ્યા ત્યારે રસ્તામાં અચાનક પ્રાણી આવી જતાં બાઇક ચલાવી રહેલા શખ્સે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. બાઈક સ્લીપ થતાં બન્ને જણા નીચે પટકાયા હતા જેમાં તેમના પુત્રને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર નસીબ થાય તે પહેલાં જ મોત નિપજ્યું હતું જ્યારે, બાઈક ચલાવી રહેલા શખ્સને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચતા તેને વધુ સારવાર માટે બેભાન અવસ્થામાં ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો . શખ્સની સારવાર ચાલુ હોઇ કારણની ખબર ન હોઈ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.હાલ આ જીવલેણ અકસ્માતમાં ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.