સામખિયાળી નજીક રાજબાઈ મંદિરના પુજારીના ફોન, સહિત દાનપેટીમાંથી રોકડ ચોરાઇ

copy image

copy image

સામખિયાળી-રાધનપુર તરફ જતા હાઇવે બ્રિજ નજીક રેલ્વે ફાટક પાસે આવેલા રાજબાલ માતાજીના મંદિરમાં મધરાત્રે ધોકા લઇને પ્રવેશેલા ત્રણ ઇસમો પૂજારીનો મોબાઇલ અને દાન પેટીમાંથી રૂ.2,000 રોકડ રકમ સહિત રૂ.2,500 ની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પૂજારીએ સામખિયાળી પોલીસ મથકે નોંધાવી હતી .હાલે મુળ બિહારના સામખિયાળી રાધનપુર હાઇવે પર બ્રિજ પાસે રેલ્વે ફાટક પાસે આવેલા રાજબાઈ માતાજીના મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તા.14/6 ના સાંજના સવા સાત વાગ્યે મંદિરમાં સેવા પૂજા કરી ભોજન કર્યા પછી મંદિરના પ્રાંગણમાં ખાટલા પર સૂઈ ગયા હતા. રાતના એકાદ વાગ્યાના અરસામાં કુતરા ભસવાનો અવાજ સાંભળી તેમણે જાગીને જોયું તો મંદિરના ઉગમણા દરવાજા તરફથી હાથમાં ધોકા સાથે બુકાનીધારી ત્રણ ઇસમો અંદર પ્રવેશ્યા હતા. તેઓ ત્રણ જણા ધોકા સાથે હોઈ તેઓ દિવાલ કુદી રેલ્વે ફાટકમાં નોકરી કરતા શખ્સને જાણ કર્યા પછી તેઓ અને દામજીભાઈ લાખાભાઈ આહીર બાઈક લઈને આવ્યા હતા. ત્રણ જણાએ મંદીરે આવીને જોયું તો ત્રણ તસ્કરો ખાટલા પર રાખેલો તેમનો રૂ.500 ની કિંમતનો મોબાઈલ અને દાન પેટીમાંથી આશરે રૂ. 2,000 રોકડ મળી કુલ રૂ.2,500 ના મુદ્દામાલ ચોરીને ગયા હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે ત્રણ ઇસમો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરીહતી. ઉલ્લેખનીય છે કે, પૂર્વ કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.