પ્રજાઉમાં રાજસ્થાનના યુવાનને ઝેરી દવા પીતા સારવાર હેઠળ મોત
copy image

અબડાસા તાલુકાના સિંધોડી ગામના વાડી વિસ્તાર પ્રજાઉમાં રાજસ્થાનના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનુ સારવાર દરમ્યાન જી.કે.હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.અબડાસા તાલુકાના સિંધોડી ગામના વાડી વિસ્તાર પ્રજાઉમાં રહેતા રાજસ્થાનના યુવાનને ગત તા.૧૨ના રોજ કોઈ અગમ્ય કારણોસર દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર હેઠળ મોત નિપજ્યું હતું. આ અંગે જખૌ પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી.