ભીરંડિયારામાં ટ્રેઇલરે લાખેણી કુંઢી ભેંસને અડફેટે લેતાં મોત

ભીરંડિયારાના ધોરીમાર્ગ પર લાખેણી કુંઢી ભેંસને ટ્રેઇલરે અડફેટે લઇ લેતાં તેનું મોત થયું હતું. આ અંગે ભીરંડિયારાના માલધારીએ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ મુજબ રાતના આઠ વાગ્યાના અરસામાં બન્ની માલધારી માવા સેન્ટરની સામે માર્ગ પર પૂરઝડપે આવતાં ટ્રેઇલર એ તેમની દુઝણી કુંઢી નસલની ભેંસ કિં.રૂા. એક લાખને ટક્કર મારી મોતને ઘાટ ઉતારી દઇ નુકસાન કર્યું છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી .