પિયાવાથી મોરાવાઢા માર્ગ પર બોલેરો કેમ્પરની હડફેટે આવતા મહિલાનું મોત

Dead woman lying on the floor under white cloth with focus on hand

copy image

copy image

પિયાવાથી મોરાવાઢા રોડ પર એક મહિલા પગપાળા જતાં હતા ત્યારે બોલેરોના ચાલકે તેને હડફેટે લેતાં ગંભીર ઈજા થવાથી મહિલાનું મોત નિપજ્યું હતું. સુમરાસર (શેખ) ગામે રહેતી મહિલા શનિવારના બપોરના એક વાગ્યાના અરસામાં પિયાવાથી મોરાવાડા રોડ પર પગપાળા જતાં હતા, ત્યારે એક બોલેરો કેમ્પરના ચાલકે તેમને હડફેટે લેતા ગંભીર ઈજા થવાથી તેનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી વાહનચાલક નાશી ગયો હતો.