જતાવીરાની સગીરાનું અજાણ્યો ઈસમ અપહરણ કરી ગયો
copy image

નખત્રાણા તાલુકાના જતાવીરા ગામની સગીર વયની કિશોરીને કોઈ અજાણ્યો ઇસમ લલચાવી ફોસલાવી ઉઠાવી જતા ફરિયાદ નોધાઇ હતી.પ્રાપ્ત માહિતી મુજબ ભોગ બનનાર સગીરાના દાદાએ નખત્રાણા પોલીસ મથકે અજાણ્યા આરોપી વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ ગત 10 જુનના રાત્રી દરમિયાન બન્યો હતો. જેમાં કોઈ અજાણ્યો આરોપી તેમની સગીર વયની પૌત્રીને લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો. બનાવને પગલે નખત્રાણા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી .