બાંભણકામાં બાઇક સ્લીપ થતાં આધેડને ઇજા
રાપર તાલુકાના બાંભણકામાં બાઇક સ્લીપ થતાં આધેડને ઇજાઓ થઈ હતી. તેથી તેમને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર શખ્સ રાત્રે ૮ વગ્યાના અરસામાં બાઇક લઈને ઘર તરફ જઈ રહ્યા હતા. આ દરમ્યાન બાઈક સ્લીપ થતાં તેમને ઈજાઓ થઈ હતી. તેથી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.