કચ્છમાં અપમૃત્યુના પાંચ બનાવો : ત્રણે ગળેફાંસા ખાધા

copy image

copy image

કચ્છમાં આપઘાત અને અપમૃત્યુના જુદા જુદા બનાવમાં પાંચ જીવન પૂર્ણ થયાં હતાં. માધાપરની  પિંક સિટીમાં રહેતા યુવતી  એ સવારના 11 વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરના રૂમમાં  પંખામાં દોરડું  બાંધીને ગળેફાંસો ખાઇ લેતાં તેમને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના  તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

આવી જ રીતે ગળેફાંસો ખાઇને આપઘાત કર્યાનો બનાવ  મુંદરાના સૂરજનગરમાં પણ બન્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના  યુવાન  એ રાતથી સાંજના અરસામાં  વચ્ચે કોઇ પણ સમયે કોઇ અગમ્ય કારણોસર  પોતાના રૂમમાં પંખા  સાથે  રસ્સી  બાંધીને ગળેટૂંપો ખાઇ લીધો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ  હાથ ધરી હતી

 બીજી તરફ લખપત તાલુકાના ઘડુલીમાં રહેતા શખ્સ ગત તા. 9/6ના તેના બનેવીના ઘરે ઐડા  ખાતે ગયા હતા અને ત્યાં  બપોરના ભાગે ઓટલા પરથી પગ લપસતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં સૌપ્રથમ તેઓને ભુજની  જી. કે. જનરલ  હોસ્પિટલમાં ખસેડાયા બાદ તા. 10/6ના વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ  હોસ્પિટલમાં ખસેડાયા હતા. શખ્સે એ  અમદાવાદમાં  સારવાર દરમ્યાન તા. 16/6ના સવારના  11 વાગ્યા  અંતિમશ્વાસ લીધા હતા. વાયોર પોલીસે અકસ્માત  મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. 

બીજી તરફ કિડાણાની મંગલ તુલસી સોસાયટીમાં રહેનાર યુવાન પરિણીતાએ  પોતાના ઘરે અંતિમ પગલું ભરી લીધું હતું. આ પરિણાતા  સવારના  પોતાના ઘરે હતા ત્યારે પંખામાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો.  તેમને  હોસ્પિટલમાં લઇ જવાતાં ફરજ  પરના તબીબે મૃત જાહેર કરી હતી. બનાવ પછાળનું કારણ અકળ છે  તેની  આગળ ની  તપાસ અંજાર ડી.વાય.એસ.પી.એ હાથ ધરી હતી

વધુ એક અપમૃત્યુનો બનાવ આદિપુર રોયલ ક્રિષ્ના હેપ્પીરેસ્ટ પી.જી.માં બન્યો હતો. અહીં રહેનાર  યુવાનને કોઇ કારણોસર લોહીની ઊલટી થતાં તે બેભાન થઈ ગયો હતો. તેને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ખરેખર આ યુવાનનું મોત કેવા કારણોસર થયું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી .