ગાંધીધામમાં વધુ બે અકસ્માત સર્જાયા
copy image

ગાંધીધામમાં અકસ્માતનાં બે બનાવો સામે આવ્યા હતા. જેમાં ગાંધીધામનાં ટાગોર રોડ પર બે સ્કૂટી સામસામે ભટકાઈ જતા યુવાનને ઈજાઓ પહોંચી હતી. તો બીજી તરફ બાજુ ગાંધીધામનાં ૯-બી, ચોકડી પાસે ટેમ્પો ચાલકે સ્કૂટીને હડફેટે લેતા સ્કૂટી પર સવાર પતિ- પત્ની ઘાયલ થયા હતા. ટાગોર રોડ ઉપર બે સ્કૂટી અથડાતાં યુવાનને ઈજાઓ પહોંચી ગાંધીધામનાં સપનાનગરમાં રહેતા શખ્સે નોંધાવેલ ફરિયાદ મુજબ , ફરિયાદીનાં કાકા પોતાની સ્કૂટીથી જતા હતા. તે દરમિયાન ગાંધીધામ-આદિપુર રોડ પર હોટચંદાણી હોસ્પિટલ સામે સ્કૂટીનાં ચાલક ફરિયાદીનાં કાકાની સ્કૂટીને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીનાં કાકાને શરીરે છોલછામ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદીએ આરોપી સ્કૂટી ચાલક વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ ગાંધીધામનાં કિડાણામાં રહેતા શખ્સએ નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદી અને તેમની પત્ની પોતાની સ્કૂટીથી મહેશ્વરીનગર થી કિડાણા જતા હતા. તે દરમિયાન ગાંધીધામનાં ૯- બી, ચોકડી પાસે આવેલા ભંગારનાં વાડા પાસે ટેમ્પોનાં ચાલકે ફરિયાદીની સ્કૂટીને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદી સાથે તેની પત્ની સ્કૂટી નીચે પડી જતા ફરિયાદીને પગના ભાગે ફ્રેક્ચર અને તેની પત્નીને હાથનાં ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી ફરિયાદીએ આરોપી ટેમ્પો ચાલક વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.