સુમરાસરમાં ચોરોને પડકારવા જતાં છરી વડે હુમલો કરાયો

chhari

copy image

copy image

ભુજ તાલુકાના સુમરાસર ગામે રાતના અરસામાં દુકાનનાં તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરતાં શખ્સોને પડકારવા જતાં તેમણે સામે હુમલો કરીને ત્રણ લોકોને ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સુમરાસર ગામે રાતના ૧ વાગ્યાના અરસામાં કેટલાક શખ્સો દુકાનનું તાળું તોડી રહ્યા હતા. તે દરમ્યાન તેને રોકવા માટે ત્રણ શખ્સોને ઈજાઓ પહોંચી હતી. તેથી ત્રણેય યુવાનોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.