ભુજમાં સાળા તથા તેની પત્નીએ બનેવીને માર માર્યો
ભુજમાં સાળા તથા સાળાની પત્નીએ મળીને બનેવીને માર માર્યો હતો. તેથી ઇજાગસ્ત યુવાનને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શખ્સ તા.૧૭ના સવારના ૮:૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા. ત્યારે તેમના સાળા તથા તેમની પત્નીએ આવીને ગાળો બોલીને પાઈપ વડે માથામાં ઇજાઓ પહોંચાડી હતી. તેથી યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા