ગાગોદર-કીડિયાનગર વચ્ચે બે બાઈક ભટકાતાં: એકનું મોત, બે ઘાયલ

299820-accident

copy image

copy image

રાપર તાલુકાના કીડિયાનગર અને ગાગોદર વચ્ચે બે બાઈક ભટકાતાં યુવાનનું મોત થયું હતું, જ્યારે અન્ય બેને ઈજાઓ પહોંચી હતી. કીડિયાનગરમાં રહેનાર બે મિત્રો બાઈક લઈને ગત તા. 7/6ના નિકળ્યા હતા. આ બન્ને મિત્ર બાઈકથી જઈ રહ્યા હતા ત્યારે ગાગોદરથી કીડિયાનગર વચ્ચે ભૂતિયા મહાદેવ મંદિર નજીક સામતા ભૂરા મકવાણાના ખેતર પાસે તેમને અકસ્માત નડયો હતો. સામેથી આવતી બાઈક તથા આ મિત્રની બાઈક ભટકાતાં ત્રણેય સવારને ઈજાઓ પહોંચી હતી. એક મિત્ર ને ગંભીર ઈજાઓ હોવાથી તેને સારવાર અર્થે ભુજથી અમદાવાદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં સારવાર હેઠળ તેઓ તા. 15/6ના અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે એક મિત્ર ની એક આંગળી કપાઈ ગઈ હતી તેમજ અન્ય બાઈકચાલકને પણ ઈજાઓ પહોચી હતી. બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.