ભચાઉના  આધોઈમાંથી ૭ વર્ષના બાળકનું અપહરણ

kidnep

copy image

copy image

ભચાઉ તાલુકાના આધોઈ ગામે રહેતા એક સાત વર્ષના બાળકનું અજાણ્યો ઈસમ  અપહરણ કરી ગયાની ફરિયાદ સામખિયાળી પોલીસમાં નોંધાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભચાઉ તાલુકાના આધોઈ ગામે રહેતા અને ચામુંડા માતાજીના મંદિરે સેવાપૂજા કરતા શખ્સના પુત્રને ગત તા.૧૨ ના રોજ ઘરના આંગણામાં મોબાઈલ પર ગેમ રમતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખ્સે  તેને લલચાવી, ફોસલાવી અપહરણ કરી ગયાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે નોંધાવતાં પોલીસે બાળકની ભાળ મેળવવા તપાસ હાથ ધરી હતી.