ભુજ-મુન્દ્રા રોડ પર બે દિવસમાં બે અકસ્માત
copy image

ભુજ-મુન્દ્રા રોડ પર આવેલા રિલાયન્સ સર્કલ પાસે બે દિવસમાં સવારના અરસામાં બે ગંભીર અકસ્માત – સર્જાયા હતા. જોકે સદનસીબે જાનહાનિ ટળી હતી. જેમાં સ્વિફ્ટ કારની ટ્રક સાથે ટક્કર લાગતા સાવ વિરૂદ્ધ દિશામાં ફરી ગઈ અને વાહનને નુકસાની થઈ હતી. જેમાં ચાલક યુવતીને કોઈ હાની થઈ ના હતી તો અન્ય અકસ્માતમાં એક્ટિવાની ટક્કર ફોર વ્હીલર સાથે હતી. જેમાં પણ હાનિની કોઈ માહિતી જાણવા મળી નથી પણ વાહનને થોડે અંશે નુકસાન થયું હતું. અહીં ખુલા અને પહોળા રસ્તા હોવાના કારણે અવારનવાર વાહનચાલકો ગતિના અતિરેક સાથે વાહન ચલાવતા હોય છે.