ખાંભલા ગામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

copy image

copy image

નખત્રાણાના ખાંભલાની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ 24 વર્ષીય હરખુબેન ભીમાભાઈ રબારીએ રવિવારે રાતના અરસામાં  અંતિમ પગલું ભરી લીધું હતું.હતભાગી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર રાતના  દોઢ વાગ્યાના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જેથી તેને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર હેઠળ  સોમવારના  સવારના  સવા સાત વાગ્યાના અરસામાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી બનાવ સબંધિત વધુ તપાસ હાથ ધરી હતી.