મીઠીરોહરના ગોદામમાં  વીજ કરંટ લગતા બે યુવાનના મોત

dead-body-floor-60202053

copy image

copy image

ગાંધીધામ તાલુકાના મીઠી રોહરમાં આવેલા ગોદામમાં કામ કરતી વખતે વીજ શોક લાગતા   યુવાન  તથા કિશોર ના મોત થયા હતા.ગાંધીધામના ગોપાલપુરી વિસ્તારમાં રહેનાર અનિકેત(ઉ.વ. 23)  તથા ડી.એલ. બી.  વિસ્તારમાં  રહેનાર જય ચૌહાણ(ઉ.વ. 17) ને  સાંજના અરસામાં  મોતનો ભેટો થયો હતો.  આ બંને  મીઠી  રોહરની  સીમમાં  આવેલા વી.એન.યુ. ગોદામમાં કામ કરી રહ્યા હતા કામ કરતી વખતે લોખંડના ઘોડા  ઉપર ચડી કામ  કરવા જતાં  લોખંડનો આ ઘોડો ગોદામમાં રહેલા વીજ વાયરને અડી જતાં આ યુવાન અને કિશોરને વીજ શોક લાગ્યો હતો. ગંભીર  રીતે ઘવાયેલા આ બંનેને સારવાર અર્થે લઇ જવાતા ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. એકી સાથે યુવાન  અને કિશોરના મોતથી ભારે ગમગીની પ્રસરી હતી.