એસિડ ફેંકવાની અને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
ગાંધીધામ આદિપુરમાં સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી એક શખ્સે યુવતી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં વીડિયો વાયરલ કરવાની તથા એસિડ ફેંકવાની ધમકી આપનારા સામે ગુનો દાખલ થયો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આદિપુરમાં રહેનાર એક 24 વર્ષીય યુવતીને નિશાંત ગોસ્વામીનામના યુવાને ઈન્સ્ટાગ્રામ ઉપર રિકવેસ્ટ મૂકી જેમાં બંને વચ્ચે મિત્રતા થઈ હતી આ શખ્સે યુવતીને લગ્ન કરવાની લાલચ આપી તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તે પળના વીડિયો બનાવ્યા હતા બાદમાં આ વીડિયો યુવતીના માતા-પિતા તથા તે જે કંપનીમાં કામ કરે છે તેમાં મૂકી બદનામ કરવાની ધમકી આપતો હતો. તથા શરીર સંબંધ બાંધવા બ્લેકમેલ કરતો હતો. પણ ભોગ બનનાર યુવતી તેની સાથે ન જતાં આ આરોપીએ ફરિયાદીની બહેનને ફોન કરી ગાળો આપી ધાકધમકી કરી હતી. બાદમાં તા. 4/6ના આ યુવતી મૈત્રી બગીચા પાસે હતી ત્યારે આ શખ્સ ત્યાં આવી તેનું ગળું પકડી થાંભલા સાથે ભટકાવી માર માર્યો હતખો. અને ચેટમાં મારી સાથે નહીં આવે તો હું તારી ઉપર એસિડ ફેંકી દઈશ અને જયાં મળીશ ત્યાં તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. 24/1થી ગઈકાલ સુધી બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નેંધી આ શખ્સને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે.