વિદેશના સપના બતાવી 4.88 લાખની ઠગાઇ
copy image

ગાંધીધામના મેઘપર બોરીચીની સોસાયટીમાં રહેતા એક યુવાન તથા તેના મિત્રોને બેંગકોક, થાઇલેન્ડના સપના બતાવી ભુજના બે ભેજાબાજ એજન્ટોને ફસાવી રૂા. 4,88,200 ખંખેરી લીધા હતા, ઠગાઇના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મેઘપર બોરીચીની નવરત્ન રેસીડેન્સીમાં રહી આયાત-નિકાસનું કામ કરતા યુવાને આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ યુવાન તથા તેના મિત્રોએ તા. 20-4ના બેંગકોક તથા થાઇલેન્ડ જવાનું નક્કી કર્યું હતું. જે અંગે તેમણે વીસ્ટા વોયાઝ સોલ્યુશન પ્રા. લિમિટેડ કંપનીનો સંપર્ક કર્યો હતો. જેમાં ભુજનાબે વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. ફરિયાદી અને તેમના મિત્રોએ જરૂરીયાત મુજબના હોટેલ, ફલાઇટ તથા આવવા જવા માટેના તમામ ટ્રાવેલીંગની ફુલ્લ બુકીંગ આ શખ્સો પાસેથી કરાવી હતી. અને બાદમા જુદી જુદી રીતે કુલ્લ રૂા. 4,88,200 આ શખ્સોના ચુકવ્યા હતા. વિદેશ જવાની તારીખ 8મેથી 8 જુન નક્કી કરવામાં આવી હતી. જેમાં ભોગ બનનાર યુવાનોને વાયદાઓ મળ્યા હતા જેમ-જેમ વિદેશ જવાની તારીખ નજીક આવી ત્યારે ભુમીતનો સંપર્ક કરાતા તેનો ફોન બંધ આવ્યો હતો. બાદમાં ચિંતામાં ઓમેશને ફોન કરાતા તેનો ફોન બંધ આવ્યો હતો આ યુવાનોએ તપાસ કરતા કોઇ હોટેલ બુક નહોતી. કોઇ ફલાઇટની ટિકિટ કન્ફર્મ નહોતી તેમજ ટિકિટ બુક કરાવીને ભેજાબાજોએ રીફન્ડ પણ પોતાની પાસે રાખી લીધું હતું. આ બંને આરોપીઓ સામે રૂા. 4,88,200ની ઠગાઇની કલમો તળે ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.