માથક-શિણાય વચ્ચે માર્ગ પર બે બાઈક અથડતાં બાઈક ચાલક નું મોત
copy image

અંજારના માથક અને ગાંધીધામના શિણાય વચ્ચે માર્ગ ઉપર બે બાઈક ભટકાતા મુંદરાના સલીમ અસલમ ઈબ્રાહીમ આગરીયા નામના યુવાનનું મોત નીપજયું હતું. મુંદરાની સત્યપ્રકાશ સોસાયટીમાં રહેનાર સલીમ અને તેનો મિત્ર શબ્બીર જુદી-જુદી બાઈક લઈને આવી રહ્યા હતા ત્યારે સામેથી આવતી બાઈકના ચાલક મુકેશ રવજી ખોખરે પોતાનું વાહન સલીમના બાઈકમાં ભટકાવતા આ બંનેને ઈજાઓ પહોંચી હતી. બંનેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં આદિપુરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રહેલા સલીમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મુકેશ ખોખર વિરુદ્ધ સલિમના પિતા અસલમ આગરીયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.