મંજલની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ ઝડપાયા

589700500jugar

copy image

copy image

 નખત્રાણા તાલુકાના મંજલની સીમમાં ધાણીપાસાનો જુગાર રમતા આઠ જુગારીને પોલીસે પકડી પાડ્યા  હતા.  સાંજના અરસામાં  મંજલની આથમણી સીમમાં બાવળોની ઝાડીમાં જુગાર રમાતો હોવાની  બાતમીના પગલે નખત્રાણા પોલીસે  દરોડો પાડતાં ગોળ કુંડાળું વાળી ધાણીપાસા વડે જુગાર રમતા ફિરોજ ઓસમાણ સોઢા, દિનેશ લક્ષ્મણ મહેશ્વરી, નરેશ મેઘજી મહેશ્વરી (રહે. તમામ મંગવાણા), બ્રિજરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, કમલેશ હરેશ ભાવસાર (રહે. બન્ને મંજલ), રજાક ઈસ્માઈલ માંજોઠી, શિવજી વાલજી જોશી (રહે. બન્ને રામપર તા. માંડવી) અને અમિત હરેશ ભટ્ટી (લુડવા તા. માંડવી)ને રોકડા રૂા. 7600ના મુદ્દામાલ સાથે નખત્રાણા પોલીસે ઝડપી જુગારધારા હેઠળ  ગુનો નોંધી આગળની   કાર્યવાહી હાથ ધરી હતી