નખત્રાણા તાલુકાના પારસનગર સોસાયટીમાં કારમાંથી પોલીસે રૂા. 1,23,804નો શરાબનો જથ્થો જપ્ત કર્યો
copy image

નખત્રાણા તાલુકાના પારસનગર સોસાયટીમાં પાર્ક થયેલી કારમાંથી પોલીસે રૂા. 1,23,804નો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સૂત્રો માંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત રાત્રે નખત્રાણા પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન ખાનગી બાતમી મળતા પોલિસે રેડ પાળતા પારસનગર સોસાયટીમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક સફેદ કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો.તે દરમ્યાન પોલીસે કારમાંથી અલગ-અલગ બ્રાન્ડના શરાબના કવાર્ટરિયા નંગ 806 તથા 24 બિયરના ટીન એમ કુલ્લે રૂા.1,23,804નો શરાબનો જથ્થો તેમજ કાર કિં. રૂા. એક લાખ એમ કુલ્લે રૂા. 2,23,804નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે