મોટા દિનારાનાં બે યુવાનો પર ચાર શખ્સોના હુમલાની ફરિયાદ

copy image

copy image

 મોટા દિનારામાં 30મીના થયેલા હુમલાના પ્રકરણમાં સામી ફરિયાદ નોંધાવાઇ હતી . આ અંગે ખાવડા પોલીસ મથકે મોટા  દિનારાના ગફુર અદ્રીમ સમાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અકબર સાલે સમા હાથમાં કુહાડી લઇને નીકળ્યો ત્યારે ફરિયાદીએ કહ્યું કે, અહીંથી ના નીકળવા જણાવ્યું છતાં કેમ નીકળ્યો તેમ કહેતા આરોપી અકબર ગાળો બોલવા લાગ્યો અને અન્ય આરોપીઓ તેના ભાઇ અનસ, મુસ્તાક અને જુણસ મોડજી સમા (રહે. તમામ મોટા દિનારા)એ ફરિયાદ તથા સાહેદ અજીજ નુરમામદ સમાને માથાના ભાગે લાકડી અને કુહાડી મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે વિવિધ કલમો હેઠળ  બંને પક્ષોની ફરિયાદ નોંધી તપાસ  હાથ ધરી હતી.