રાપરના યુવાનની સગીરાનાં અપહરણના કેસમાં ધરપકડ

copy image

copy image

પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રાપરના તિરુપતિ નગરમાં રહેતો એક યુવાન સગીરાનું અપહરણ કરીને નાશી ગયો હતો. જે મામલે પદ્ધર પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોકસોનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જે યુવક-યુવતીને રાપર પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા બાદ પદ્ધર પોલીસને સોંપ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ રાપરના તિરુપતિ નગરમાં રહેતા કરણ અમરશીભાઈ સોઢા (રજપૂત) નામના ૨૧ વર્ષના યુવાને એક સગીરાને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી જતાં આ અંગેની ફરિયાદ પદ્ધર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે આરોપી વિરૂદ્ધ અપહરણ અને પોકસોનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ દરમ્યાનમાં રાપરના પી. આઈ. જે.બી. બુબડિયાને મળેલી બાતમીના આધારે તેઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડી ભોગ બનનાર તથા આરોપી કરણ સોઢાને પદ્ધર પોલીસ સ્ટેશનના ગુના હેઠળ ઝડપી લીધા હતા. બાદમાં પકડાયેલા બંનેનો કબજો સંભાળી લેવા પદ્ધર પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આ કેસની આગળની તપાસ ઈન્ચાર્જ સી.પી.આઈ. પી.બી. ગઢવીને સોંપવામાં આવી હતી