ભુજના આરટીઓ સર્કલ નજીકથી બેભાન મળેલા અજાણ્યા આધેડનું મોત

copy image

copy image

copy image
copy image

ભુજના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલા આશાપુરા ફાર્મ પાસેના કચરાના ઢગલા પાસેથી એક અજાણ્યો પુરુષ બેભાન હાલતમાં મળી આવતાં તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ ભુજના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલા આશાપુરા ફાર્મ પાસેના કચરાના ઢગલા પાસેથી એક ૪૫ વર્ષીય પુરુષ બેભાન અવસ્થામાં મળી આવતાં માનવ જ્યોત સંસ્થા દ્વારા તેમને ખાનગી એમ્બ્યુલન્સમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર હેઠળ  મોત  નીપજ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.