1375 કિમીની પવિત્ર કળશ કાવડ યાત્રા ભુજ પહોંચી, ભાવેશભાઈની અદ્ભુત શ્રદ્ધાને નમન

image

કચ્છના ભુજના હિન્દુ ભાવેશભાઈ દ્વારા ભારતની સૌથી લાંબી પવિત્ર કળશ કાવડ યાત્રા કરવામાં આવી રહી છે. ૧૩૭૪ કિલોમીટર લાંબી આ યાત્રા શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિનું અનોખું ઉદાહરણ બની છે.

ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળે અને ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ થાય, એવા પવિત્ર સંકલ્પ સાથે આ કળશ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ૪૫ દિવસથી એકધારી પગપાળા ચાલતી આ કળશ યાત્રા પાંચ રાજ્યો અને દિલ્હી સહિત કુલ 19 જિલ્લાઓમાંથી પસાર થતી આ યાત્રા ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સુધીનો લાંબો પ્રવાસ પૂર્ણ કરી ચૂકી છે.

અસાધારણ સંકલ્પ સાથે નીકળેલી આ યાત્રા હવે કચ્છના ભુજ શહેરમાં પહોંચી છે. ભુજ ખાતે સનાતની હિન્દુ સમાજ દ્વારા ભાવેશભાઈનું વાજતે-ગાજતે અને ભક્તિમય વાતાવરણમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

યાત્રાનો અંતિમ સંકલ્પ ભુજના પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચીને ભગવાન ભોળાનાથના ચરણોમાં પવિત્ર જળથી જળાભિષેક કરવાનો છે.

૧૩૭૫ કિલોમીટરનો આ લાંબો માર્ગ, અનેક જિલ્લાઓ અને રાજ્યોનો પ્રવાસ અને સતત ભક્તિભાવ સાથેની આ યાત્રા ભાવેશભાઈની અડગ સંકલ્પ શક્તિ દર્શાવે છે.

ગૌ સેવા અને ગૌ સંરક્ષણના સંદેશ સાથે શરૂ થયેલી આ અનોખી યાત્રા આજે ભુજની ધરતી પર પહોંચી છે. તેમની આ અદ્ભુત શ્રદ્ધા, સંકલ્પ શક્તિ અને ભક્તિને હૃદયપૂર્વક નમન.