મોટા રતાડિયામા સાસુ-નણંદના ત્રાસથી પરિણીતાએ અગનપછેડી ઓઢી
copy image

માંડવી તાલુકાના મોટા રતડીયા ગામે પરણીતાને અતિશય ત્રાસ અપાતા તેણે પોતાના ઘરે અગન પછેડી ઓઢી લીધી હતી.જેમાં સાસુ અને નણંદ સામે મરવા માટે મજબૂર કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. માંડવી તાલુકાના ધુણઈ ગામે રહેતા લતાબેન કિશોરગર ગોસ્વામીએ ગઢસીસા પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની નાની દીકરી કીર્તિના લગ્ન ડિસેમ્બર 2022માં મોટા રતાડીયા ગામના જીગરગર મોહનગર ગોસ્વામી સાથે થયા હતા.લગ્નજીવન દરમિયાન શરૂઆતના બે મહિના ઘરસંસાર બરોબર ચાલ્યો જે બાદ દીકરીની નણંદ જીજ્ઞા તેના સાસરામાંથી રીસામણે આવી હોઈ તેના માવતરે રહેતી હતી બાદમાં સાસુ રમીલાબેન અને નણંદ જીજ્ઞાબેન દ્વારા ઘરકામ બાબતે દીકરી કીર્તિને અસહ્ય ત્રાસ અપાતો તેમજ નાની નાની બાબતોમાં શારીરિક માનસિક ત્રાસ અપાતો.દીકરીએ આ બાબતે પરિવારને જાણ કરતા માવતરે લઈ આવ્યા હતા.તે સગર્ભા હતી એ દરમિયાન પણ ત્રાસ અપાયો હતો. ત્રણ મહિના પહેલા કીર્તિનો પતિ જીગર અને ફરિયાદીનો દીકરો તુષાર બંને જણા ધંધાર્થે સિસલ ગયા એ દરમિયાન દીકરીને સાસુ નણંદ ત્રાસ આપતા હોઈ તે માવતરે આવી દસ દિવસ રોકાઈ હતી.24 જૂનના સાસુનો ફોન આવ્યો કે,તમે રતડીયા આવો જેથી ફરિયાદી ત્યાં પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે,દીકરીએ અગ્નિસ્તાન કરી લીધું છે જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઇ પણ સારવાર કારગત સાબિત થઈ ન હતી.અંતિમ સમયમાં તે બોલી શકતી ન હતી હાથથી ઈશારા કર્યા હતા.અંતિમ વિધિ કર્યા બાદ ગઢશીશા પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી