પશ્ચિમ કચ્છ પોલીસ કન્ટ્રોલ રૂમના ઈન્ચાર્જની ફરજમાં દંપતીએ રુકાવટ કર્યાની ફરિયાદ
ભુજ એ ડિવિઝન પોલીસે કેમ્પ એરિયાના દંપતી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભુજના કેમ્પ એરિયામાં રહેતા દંપતીએ કરેલી અરજીઓ તેમજ પોતાની વિરુદ્ધ થયેલી અરજીઓ બાબતે પોલીસ કન્ટ્રોલરૂમના ઈન્ચાર્જ સાથે ઉમતા અને ઊંચા અવાજે બોલાચાલી કરી તેમની ફરજને અટકાવી રુકાવટ ઊભી કરવાની સાથોસાથ પોલીસ વિભાગને બદનામ કરવા કોઈ પ્રવાહી પી જઈ બેહોશીનું ખોટી રીતે નાટક કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભુજના કેમ્પ એરિયામાં રહેતા સલીમ મામદ કુંભાર (ઉ.વ.૩૨) અને તેની પત્ની હમીદાબેન (ઉ.વ.૩૦) નામનું દંપતી મંગળવારે સાંજના સાત વાગ્યાના અરસામાં ભુજ પોલીસ આરટીઆઈ મામલે પોલીસ હેરાન કરતી હોવાનો આક્ષેપ મામલામાં સલીમ કુંભારે આક્ષેપ કર્યો હતો કે, કેમ્પ પોલીસ ચોકી મામલે આરટીઆઈ હેઠળ અરજી કરી માહિતી માગતો હોવાથી પોલીસ કર્મચારી દ્વારા તેનો પીછો કરવામાં આવતો તેમજ તેના ઘર પર પણ નજર રાખવાની સાથે ફોટા પાડી, ધાકધમકી આપવામાં આવતી હતી. જે ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જી.કે. જનરલ હોસ્પિટલમાં વાતચિત દરમિયાન જણાવ્યું હતું. કન્ટ્રોલ રૂમ પર આવ્યા હતા અને સલીમ મામદ કુંભારે ભારે ઉગતાથી અને ઊંચા અવાજે કન્ટ્રોલરૂમના ઈન્ચાર્જ ખીમજીભાઈ મગનભાઈ મહેશ્વરી (ઉ. વ.૫૮) સાથે બોલાચાલી કરી હતી અને તેમની ફરજમાં અવરોધ, રુકાવટ કરી, ફરજ બજાવતા અટકાવ્યા હતા. બાદમાં સલીમ મામદ કુંભારે પોલીસ વિભાગને બદનામ કરવાના ઈરાદે ખોટી રીતે પોતાની સાથે લાવેલ શીશીમાંથી કોઈ પ્રવાહી પી જઈ બેહોશીનું ખોટી રીતે નાટક કર્યાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતાં પોલીસે સલીમ અને તેની પત્ની હમીદા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.