જિયાપરના વેપારીનો 9 લાખનો ચેક બાઉન્સ : એક વર્ષની સજા ફટકારાઈ

copy image

copy image

copy image
copy image

જિયાપરના વેપારીને રૂા. 9,00,000ના ચેક બાઉન્સના કેસમાં  1 વર્ષની સજા તથા ચેકની પૂરેપૂરી રકમ 30 દિવસમાં  જમા કરવી અન્યથા વધુ 3 વર્ષની સજાનો ભુજ એડી. જ્યુ. મેજિ. કોર્ટે હુકમ ફરમાવ્યો હતો. આ કેસની ટૂંકી વિગત મુજબ ફરિયાદી ભાવસંગજી પ્રતાપજી પીર ખેડૂત તરીકે પોતાની જમીનનો ખેતપેદાશ આરોપી વેપારી મગનલાલ વિશ્રામ પટેલને વેચી હતી. વેચાણના બદલામાં આરોપી વેપારી મગનલાલ પટેલ રૂા. 9,00,000નો ચેક ફરિયાદીને આપ્યો હતો.  ચેક  `ઈન્સફિસિયન્ટ ફંડ’ના સેરાથી બાઉન્સ તથાં ફરિયાદીએ આરોપી વિરુદ્ધ નેગોસિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટની કલમ 138 મુજબ  ફરિયાદ દાખલ કરતાં પાંચમાં અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભુજની કોર્ટ દ્વારા કેસ ચલાવવામાં આવતાં અને ફરિયાદ મંજૂર કરી આરોપી મગનલાલને એક વર્ષની જેલની સજા તથા ચેકની રકમ ચૂકવણીનો દંડ ફટકારતો આદેશ  કર્યો હતો.  ફરિયાદી ભાવસંગજી પીરના વકીલ તરીકે ધારાશાત્રી એસ.એ. વાઘેલા હાજર રહ્યા હતા.