બે પરિણીતા સાથે દુષ્કર્મ થતાં ફરિયાદ નોંધાઈ
copy image

ભુજ તાલુકાના ખાવડા બાજુના એક ગામની યુવા પરિણીતા તથા નખત્રાણાની પરિણીતા સાથે દુષ્કર્મ થતાં બે ફરિયાદ નોંધાઇ હતી . ખાવડા પોલીસ મથકે યુવા પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી હારૂન અબડા સમા (રહે. મોટા પૈયા ખાવડા)એ ફરિયાદીના ઘરે રાતે આવી લલચાવી-ફોસલાવીને વિશ્વાસમાં લઇ ફરિયાદી સાથે શારીરિક સંબંધ બાંધી, ફોટા પાડી બદનામ કરવાની ધમકી આપી અને છરી બતાવી વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યાની ફરિયાદી નોંધાઇ હતી . જ્યારે નખત્રાણા પોલીસ મથકે અન્ય પરિણીતાએ નોંધાવેલ ફરિયાદ મુજબ આરોપી અનવર મામદ નોતિયાર (રહે. ઘડાણી તા. નખત્રાણા)એ ફરિયાદીને છરી બતાવી તેના દીકરા તથા પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ફરિયાદીનું અપહરણ કરી ગાડીમાં બેસાડીને અમદાવાદ તથા મુંબઇમાં લઇ જઇ અલગ-અલગ હોટલોમાં ફરિયાદીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. સહ આરોપી મહેન્દ્ર વિશ્રામ સીજુ (રહે. નાના વાલ્કા તા. નખત્રાણા)એ આરોપી અનવરને ગાડી ભાડે કરી આપી તેમજ આર્થિક મદદ કર્યાનું ફરિયાદમાં લખાવ્યું હતું . નખત્રાણા પોલીસે અપહરણ, દુષ્કર્મ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.