પડાણામાં યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો

susaiid

copy image

copy image

ગાંધીધામ,તાલુકાના પડાણામાં રહેનાર  યુવાને ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પડાણામાં હનુમાન  મંદિર પાસે રબારીવાસમાં રહેનાર લક્ષ્યધર(ઉ.વ. 35) એ અંતિમ પગલું ભરી લીધું હતું.  પરપ્રાંતીય  એવો આ શ્રમિક  યુવાન  પોતાની રૂમ ઉપર હતો. દરમ્યાન પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેણે  કેવા કારણોસર આપઘાત કર્યો હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.